TEMPLE IN MY VILLAGE
રામજી મંદિર
ગામની મધ્યમાં આવેલ પ્રાચીન રામજી મંદિરનું NRI તથા સહિયારા પ્રયાસોથી ટોપ ટુ બોટમ (પાયાથી શિખર સુધીના) પુનઃનિર્માણનું પુનિત કાર્ય આરંભઆયુ છે. જે અયોધ્યા ના રામ મંદિરની મીની પ્રતિકૃતિ રૂપ હશે. આ મંદિરના પુનઃનિર્માણ નું પાવન કાર્ય માર્ચ 2022 થી આરંભઆયુ છે. NRI તથા ગ્રામજનોના હૈયે રામ વસ્થા અને દાનની સહવાણી શરૂ થઈ ગઈ છે. જેનો કોઈ પાર કે એનો જોટો મળે એમ નથી. ગામના મોટા ભાગના અહેવાલલીયોના જીણોદ્વારનું કાર્ય સંપન્ન થવાના આરે છે.
શ્રી ભીમનાથ મહાદેવ
ગામમાં અનેક સંતો તથા મહાત્માઓના પવિત્ર સમાધિ સ્થળો તથા સ્મારકો છે. ગામના વાયવ્ય ખૂણામાં ગામના છેવાડે શ્રી ભીમનાથ મહાદેવનું જે પ્રાચીન મંદિર છે તેના પ્રાંગણમાં શ્રી હંસગિરી મહારાજનું સમાધિ સ્થાન છે. કહેવાય છે કે તેઓએ યુવાન વયે જીવતા સમાધિ લીધી હતી. આ સમાધિ સ્થાન અત્યંત ચમત્કારિક હોવાનું ગામ લોકો માને છે. નારદીપુર ગામ થી સાવ અમણ એવા ઘણા લોકો ઠેકાણું પૂછતા પૂછતા આ સમાધિ સ્થાનના દર્શને તથા બાધાપુરી કરવા અવારનવાર આવે છે. તેમની જે કોઈ બાધા રાખવામાં આવે તે અવશ્ય ફળે છે. તેવી લોકોની માન્યતા છે.
શ્રી સ્વામિનારાયણ મંદિર
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના આદ્યપ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી દઢવ્ય દેશ (ઉત્તર ગુજરાત) ના વિચરણ દરમિયાન નારદીપુર ગામમાં તેમના પાષૅદો સાથે પધાર્યા હતા. અને ગામમાં ત્રણ દિવસ રોકાયા હતા. તેમના પુનિત ચરણોના સ્પર્શથી ગામની ભૂમિ પવિત્ર અને ધન્ય બની હતી. તેમણે ગામમાં ધર્મસભા ભરી હતી. અને તેમની અલૌકિક વાણીનું ગ્રામજનોને લાભ મળ્યો હતો. જે ઘરમાં રોકાયા હતા તે ઘરમાં આજે પણ તેમના પવિત્ર ચરણારવિન્દ નો ઓટો મોજુદ છે. અને સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતો તેના દર્શનર્થે અવારનવાર નારદીપુર ગામમાં પધારે છે.
શ્રી લંબેનારાયણ” આશ્રમ
ગામની પૂર્વ દિશામાં શ્રી અંબાજીની ભાગોળને અડીને આવેલ “શ્રી લંબેનારાયણ” આશ્રમના પ્રાંગણમાં આશ્રમના સ્થાપક પરમ પૂજ્ય “શ્રી પ્રકાશાનંદ” તીર્થનું સમાધિ સ્થાન છે. ગામના વાયવ્ય ખૂણામાં ગામના છેવાડે આવેલા “શ્રી અખંડાનંદ પરમહંસ” આશ્રમના પ્રાંગણમાં આશ્રમના સ્થાપક સ્વામી “શ્રી અખંડાનંદ પરમહંસનું” સમાધિ સ્થાન છે. ગામની પૂર્વ દિશામાં ગામ તળાવના કિનારે જે કબીર ટેકરી છે. ત્યાં કબીર સંપ્રદાયના સાધુઓના સમાધિ સ્થાનકો છે. આ સમાધિ સ્થાનકોમાંથી સતત પ્રગટ થતાં અગોચર સ્પંદનો તથા તરંગો ગામના સમગ્ર પર્યાવરણની શુદ્ધ અને પવિત્ર બનાવતો રહ્યો છે.
શ્રી હનુમાનજી મંદિર
નારદીપુર ગામમાં હનુમાનજી મંદિર ની ઉત્તર દિશાએ એક ગલીમાં પ્રવેશતા “બાવાનો મઢ” અને બળીયાદેવની ભાગોળેથી હાલનો રોડ ક્રોસ કરીને “બાવાની મઢી” તરીકે જાણીતા વર્ષો જુના ધાર્મિક તેમજ આધ્યાત્મિક સ્થાનકો છે. “બાવાના મઢ” ની જગામાં સવા બસો વર્ષ જૂનું શિવાલય છે. જ્યાં છેલ્લા 50 વર્ષથી અખંડ ઘીનો દીવો બળે છે. “બાવાની મઢી”ની જગ્યામાં 500 વર્ષ જૂનું હનુમાન મંદિર છે. અગાઉના જમાનામાં આ બંને સ્થળોએ ભજન, કીર્તન, પૂજા, પાઠ, સત્સંગની સતત સરવાણીઓ પ્રગટ થતી હતી. અને ગામમાં લોકોના ધાર્મિક તથા આધ્યાત્મિક સંસ્કારોનું સતત ચિંતન અને જતન થતું રહેતું હતું. ગામમાં અવારનવાર પધારતા સાધુ-સંતો તથા મહાત્માઓની આ બંને સ્થળે આવકાર તથા આશ્રય મળી રહેતો હતો. આ બંને સ્થળોનું તીર્થસમો મહિમા હતો. ગામની સીમમાં રૂપાલ જવાના રસ્તે “ભાંચા” તરીકે ઓળખાતી જગામાં વહાણવટી માતા બિરાજમાન છે. ગામના આશ્રમમાં નિયમિત ભજન, કીર્તન, સત્સંગ, તથા ધાર્મિક ઉત્સવો વગેરે ઉજવાય છે. તથા અવારનવાર યજ્ઞોનું પણ આયોજન થાય છે. ગામ લોકોની ધર્મ પ્રતિ આસ્થા તથા શ્રદ્ધા ટકાવી રાખવામાં તથા ધાર્મિક સંસ્કારોનું જતન કરવામાં આ આશ્રમો નું મહત્વનું યોગદાન છે.
શ્રી કસુંબાઈ માતાનું મંદિર
કસુંબાઈ માતાની ભાગોળે કસુંબાઈ માતાનું મંદિર તથા કસ્તુરબા સાર્વજનિક વાડી આવેલ છે. તેની નજીક ઉત્તર દિશાએ નવા નિર્માણ પામેલ ગેટ ને અડીને “સધી માતા” , “ગોગા મહારાજનું” નવીન મંદિર નિર્માણ થયેલ છે. આ તમામ મંદિરોમાં સવાર સાંજ, પૂજા અર્ચના તથા આરતી વગેરે થાય છે. આ રીતે ગામનું ભુમંડળ શુદ્ધ અને પવિત્ર થતું રહે છે. લોકોના મન બુદ્ધિ અને ચિતની મલિનતાનું ધોવાણ થતું રહે છે. ગામની સીમમાં પાટીદારોની કુળદેવી “શ્રી ધનેશ્વરીમાતા” નું મંદિર છે. ગામના રબારીવાસમાં “શ્રી વેરાઈ માતા” નું “મંદિર મેલડીમાં” નુ તથા “બાણેશ્વરી માતાનું” મંદિર છે. ગામના રાવળ વાસમાં તેમની કુળદેવી “શ્રી જોગણી માતાનું” મંદિર ઉપરાંત “શ્રી ચામુંડા માતા” તથા “બ્રહ્માણી માતાના” પણ મંદિરો છે. ગામના કુંભારવાસમાં “શ્રી દિપેશ્વરી માતા” નું મંદિર પણ છે.
જૈન દેરાસર
ગામની મધ્યમાં જૈન દેરાસર છે. અને તેની નજીકમાં “શ્રી કબીર સાહેબનું” મંદિર છે. ગામની પશ્ચિમ દિશામાં ભાગોળને અડીને “શ્રી બળીયાદેવ” તથા “શીતળા માતાનું” મંદિર છે. બાજુમાં જ મહાદેવ મંદિર પણ છે. ગામના છેવાડે નવું બંધાયેલ “શ્રી જ્ઞાનકૈવલ” મંદિર છે. ગામના રબારીવાસમાં “ગોગા બાપાનું” મંદિર છે. વાઘેલા વાસમાં પણ “ગોગાબાપા” નું મંદિર છે. રાઓલ ચાવડા વાસમાં “ચામુંડા માતાનું” મંદિર છે. રણ વિસ્તારમાં “જોગણી માતાનું” તથા “ગોગાબાપાના” નવીન મંદિરો છે. બસ સ્ટેન્ડે અંબાજી મંદિર નજીક “સોમનાથ મંદિર” આવેલ છે. જેનો જીણોદ્વાર નવેસરથી થઈ રહ્યો છે. બસ સ્ટેન્ડે સરદાર પટેલની પ્રતિમા પાસે “જોગણી માતાનું” મંદિર છે. દલિતવાસ તથા સરઢવ રોડ પર “શ્રી રામદેવપીર” મંદિરો આવેલા છે.