School

શિક્ષણ અને શૈક્ષણિક સંસ્થાઓ

શિક્ષણ ક્ષેત્રમાં નારદીપુર ગામ સમગ્ર પંથકમાં પહેલેથી જ મોખરી રહેલ છે. ગામના લોકોની શિક્ષણ તરફ હંમેશા લગાવ તથા ઝૂકાવ રહે છે. તેથી જ નારદીપુર ગામમાં શિક્ષણનું પ્રમાણ ઊંચું રહ્યું છે. ગામમાં શિક્ષણના વ્યાય તથા તેના વિસ્તારમાં સતત વધારો થતો રહ્યો છે. પોતાના સંતાનોને પૂરતું અને સારું શિક્ષણ મળી રહે તે માટે ગામ લોકોએ ખાસ કરીને ઉજળીયાત કોમના લોકોએ કોઈ કચાશ રહેવા દીધી નથી. વિવિધ વિદ્યાશાળાઓ જેવી કે વિનયન, વિજ્ઞાન, વાણિજ્ય, એન્જિનિયરિંગ, મેડિકલ, ફાર્મસીમા સ્નાતક તથા અનુસ્નાતક પદવી મેળવનારા ઓની સંખ્યા ગામમાં ગણનાપાત્ર રહી છે. ગામ લોકો દીકરીઓને ભણાવવામાં પણ ક્યારેય પાછળ રહ્યા નથી. ગામમાં કેવળ બહેનો માટેની અલગ શિક્ષણ સંસ્થાઓ છે જે તેનો પુરાવો છે. નારદીપુર ગામમાં હાલ જેટલી અને જેવી શિક્ષણ સંસ્થાઓ છે તેટલી અને તેવી શિક્ષણ સંસ્થાઓ સમગ્ર પંથકમાં નારદીપુરને સમક્ષ એવા બીજા કોઈ ગામમાં નથી. નારદીપુર ગામમાં વિવિધ ક્ષેત્રોમાં જે કંઈ પ્રગતિ થવા પામે છે તે શિક્ષણને આભારી છે. ગામની ઉન્નતી તથા આબાદીમાં શિક્ષણનો મહત્વનો ફાળો રહ્યો છે.

ગામમાં શિક્ષણ સંસ્થાઓ

.. 1947 માં દેશ આઝાદ થયો તે પહેલા નાદીપુરમાં એક થી સાત ધોરણ સુધીની એક પ્રાથમિક કુમાર શાળા અને બીજી એક પ્રાથમિક કન્યાશાળા એમ બે પ્રાથમિક શાળાઓ હતી. જ્યારે એક અંગ્રેજી શાળા પણ હતી. આસપાસના ગામોના વિદ્યાર્થીઓ પણ નારદીપુર ગામની અંગ્રેજી શાળામાં ભણતા હતા. ગામની અંગ્રેજી શાળા સમગ્ર પંથકમાં ખૂબ જાણીતી હતી.

દેશમાં આઝાદી મળી તે પછી લોકોમાં જાગૃતિ આવી અને શિક્ષણની ભૂખ ઉઘડી અને ઉત્તરોત્તર તીવ્ર બની રહી. આમ શિક્ષણમાં દરેક કક્ષાએ વિદ્યાર્થીઓનો સતત વધારો થતો રહ્યો. અને આને પરિણામે ગામમાં નવી નવી શિક્ષણ સંસ્થા ઉભી થતી ગઈ. નારદીપુરમાં કુલ ૧૨ શિક્ષણ સંસ્થાઓ છે.

ગામની શાળાઓ અને કોલેજોનો પરિચય

પૂ. ઊગરીબા બાલમંદિર અને શિશુ કલ્યાણ કેન્દ્ર:-

 આ બાલમંદિરની ઈ.. 1956માં તેની શરૂઆત કરવામાં આવી હતી. ગામની પૂર્વ દિશામાં અંબાજીની ભાગોળને અડીને આ શાળા આવેલી છે. બાળકોને રમવા માટેના રમકડા તથા સાધનો પણ છે. ગામમાં તે વખતે તમામ બાળકો આ બાલમંદિરમાં આવતા હતા.

અત્યારે આ બાલ મંદિરનું રંગોલી નામ આપવામાં આવેલ છે. અને તે બહારની એજન્સીને ચલાવવા આપવામાં આવેલ છે. આ રંગોલી બાલમંદિરમાં ઉચ્ચ ફી લેવામાં આવે છે જેથી મધ્યવર્ગના બાળકો આ બાલમંદિર નો ભણવાનો લાભ લઈ શકતા નથી.

આ સિવાય ગામમાં સરકારી આઠ બાલમંદિર આવેલા છે. જે અલગ અલગ વિસ્તારમાં અને ભાગોળે આવેલા છે. જેમાં ગરીબ વર્ગના બાળકો આ બાલમંદિરમાં ભણવા આવે છે. તેમાં સરકાર તરફથી જમવા તથા નાસ્તા ની વ્યવસ્થા કરેલ છે.

પ્રાથમિક કુમાર શાળા:-

નારદીપુર પ્રાથમિક કુમાર શાળા એક ગામની જૂનામાં જૂની શાળા છે. આ શાળા ઇ.. 1875 માં શરૂ કરવામાં આવી હતી. કલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની એ સૌ પ્રથમ સરકારી પ્રાથમિક શાળા હતી. શરૂઆતમાં મિશ્ર શાળા હતી (એટલે કે છોકરા અને છોકરીઓ) શાળામાં ભેગા ભણતા હતા. પરંતુ ગામમાં અલગ કન્યા શાળા શરૂ થઈ તે પછી કેવળ છોકરાઓ માટેની શાળા બની. ઘણા વર્ષો સુધી શાળાનું પોતાનું મકાન નહોતું. ભાડાના મકાનમાં શાળા બેસ્તી હતી. શાળાનું પોતાનું મકાન ઈ.. 1952-53 માં બાંધવામાં આવ્યું છે જે ગામની પૂર્વ દિશામાં ભાગોળને અડીને આવેલું છે. આ મકાન પણ જૂનું થયું હતું. શાળાને વિશાળ પ્રાંગણ છે.

આ શાળા સરકારી શાળા છે. જિલ્લા શિક્ષણ સમિતિ તેનું સંચાલન કરે છે. શાળામાં એક થી આઠ ધોરણ સુધીનું શિક્ષણ આપવામાં આવે છે. શાળામાં બાળકોને મધ્યાહન ભોજન આપવામાં આવે છે.

અત્યારે શાળાનું જૂનું મકાન તોડી પાડવામાં આવેલ છે તેની જગ્યા એ હાલ સરકાર તરફથી ગ્રીન સ્કૂલ બનાવેલ છે. જેમાં ભારત સરકારની ત્રણ કરોડની ગ્રાન્ટમાંથી અત્યારે અધતન નવું બિલ્ડીંગ બનેલ છે. જેમાં સ્માર્ટ રૂમ બનાવેલ છે, ડિજિટલ બોર્ડ પ્રોજેક્ટર ની સગવડ કરેલ છે. અત્યારે તેમાં ઓનલાઈન શિક્ષણ આપવામાં આવે છે. આ સ્કૂલનું બિલ્ડીંગ ગામની શોભામાં અભિરુચિ કરે છે. જેમાં અત્યારે 230 બાળકો અભ્યાસ કરી રહ્યા છે.

પ્રાથમિક કન્યાશાળા:-

નારદીપુર ગામમાં કન્યાઓ માટે અલગ પ્રાથમિક શાળા છે. આ શાળામાં ધોરણ એક થી આઠ સુધીના વર્ગો આવેલ છે. આ વિસ્તારમાં જૂનામાં જૂની પ્રાથમિક કન્યાશાળા છે. આ શાળા ઇ.. 1893 માં શરૂ થઈ હતી. તે અગાઉ ગામમાં છોકરા અને છોકરીઓ માટેની મિશ્ર પ્રાથમિક શાળા હતી. બાળકોની સંખ્યા વધી જતા કન્યાઓ માટે અલગ શાળા શરૂ કરવામાં આવી હતી.

આ શાળા કુમાર શાળા ની સામેની બાજુમાં તેનું મકાન બનાવવામાં આવેલું હતું. જિલ્લા શિક્ષણ સમિતિ તેનું સંચાલન કરે છે. ગામમાં બીજી ખાનગી પ્રાથમિક શાળાઓ શરૂ થઈ હોવાથી આ શાળામાં સામાજિક તેમજ આર્થિક દ્રષ્ટિએ પછાત જ જ્ઞાતિઓની કન્યાઓ ભણવા આવે છે.

શિવમ પ્રાથમિક શાળા:-

શિવમ પ્રાથમિક શાળા એ મિશ્ર શાળા છે. જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત સરકારી પ્રાથમિક શાળા છે. ગામનો વિસ્તાર વધતા અને જનસંખ્યા વધતા આ એક પરા વિસ્તારની એક થી પાંચ સુધીની અલગ પ્રાથમિક શાળા શરૂ કરવામાં આવેલ છે. જે મુખ્ય પ્રાથમિક શાળાનો પેટા શાળા તરીકે તેને મંજૂરી આપવામાં આવેલ છે... 1987 માં શરૂ કરવામાં આવેલ હતી. જે વિસ્તાર હુડકો વિસ્તાર તરીકે ઓળખાય છે. જે કાંઠા જવાના રસ્તા પર આવેલ છે.

પ્રાથમિક પ્રાયોગિક શાળા:-

ભટ્ટ એચ.વી ચેરીટીઝ પ્રાથમિક પ્રાયોગિક શાળા ઇ.. 1965 માં શરૂ થયેલી. ગ્રામ સેવા મંદિર ગામની પ્રમુખ કેળવણી સંસ્થા સંચાલિત ખાનગી પ્રાથમિક શાળા છે. શરૂઆતમાં આ શાળા સ્વતંત્ર પ્રાથમિક શાળા કરવામાં આવેલ ધોરણ 1 થી 7 વર્ગો ચાલતા હતા. ગામમાં બુનિયાદી સ્ત્રી અધ્યાપન મંદિરના નામ થી જ પી.ટી.સી કોલેજ છે. તેની બહેનો ને આ શાળામાં પ્રાયોગિક તાલીમ આપવામાં આવે છે જેથી તેનું નામ પ્રાયોગિક પ્રાથમિક શાળાનું નામ આપવામાં આવ્યું છે.

શ્રી સ્વામિનારાયણ ગુજરાતી પ્રાથમિક શાળા:-

શ્રી સ્વામિનારાયણ ગુજરાતી/ઇંગ્લિશ પ્રાથમિક શાળા ઈ.1998 માં શરૂ કરવામાં આવી હતી. દસ વર્ષના ગાળામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. આ શાળા નું સંચાલન સ્વામિનારાયણ સેવા પ્રજા કરે છે. ગામના છેવાડે રોડ તરફ આનું મકાન બનાવવામાં આવેલ છે. આ શાળામાં એક થી આઠ સુધીના વર્ગો ચાલે છે જેમાં ગામના ઓછા બાળકો આવે છે. અને આજુબાજુના ગામ ના ઉજળીયાત કોમના બાળકો અહીં અભ્યાસ માટે આવે છે. જેમાં ઊંચી ફી વસૂલવામાં આવે છે.

ન્યુયોર્ક ઇન્ટરનેશનલ ઇંગ્લિશ સ્કૂલ:-

ગામમાં જૂન 2008 થી આ સ્કૂલ શરૂ કરવામાં આવી હતી. ગામમાં અંગ્રેજી માધ્યમની બીજી પ્રાથમિક શાળા છે. વૃદ્ધાશ્રમ આશ્રમનું જે સંકુલ છે તેમાં શાળા શરૂ કરવામાં આવી છે. શાળામાં એક થી સાત ધોરણના વર્ગો શરૂ કરવામાં આવેલ છે. જેમાં આજુબાજુના ગામના બાળકો અભ્યાસ માટે આવતા હતા. ગામના નહિવત બાળકો આ શાળામાં અભ્યાસ માટે આવતા હતા. અત્યારે આ શાળા સંપૂર્ણ બંધ કરવામાં આવેલ છે.

બી.આર. મહેતા ઉત્તર બુનિયાદી વિદ્યાલય:-

ગ્રામ સેવા મંદિર સંચાલિત ભોગીલાલ રાજારામ મહેતા ઉત્તર બુનિયાદી વિદ્યાલય નારદીપુર ગામની વર્ષો જૂની દેશને આઝાદી મળી તે પહેલાની અંગ્રેજી માધ્યમિક શાળા એટલે કે હાઈસ્કૂલ છે.

આ શાળાની ઉત્તર ગુજરાતમાં નામના યા પ્રતિષ્ઠા હતી. અને બહારગામના વિદ્યાર્થીઓ શાળાના છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા હતા. શાળાના અનેક વિદ્યાર્થીઓ વિવિધ ક્ષેત્રોમાં કામ કરીને સફળતા મેળવી છે.

આ શાળા 1975 ના જુનથી રાજ્યમાં શિક્ષણની નવી તરાહનો અમલ શરૂ થયો એટલે શાળામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એવા બે અલગ વિભાગો અસ્તિત્વમાં આવ્યા. ધોરણ 8 થી 10 ના વર્ગો એટલે માધ્યમિક વિભાગ અને ધોરણ 11 અને 12 ના વર્ગો એટલે ઉચ્ચતર માધ્યમિક વિભાગ. માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક અભ્યાસક્રમમાં પણ ફેરફારો કરવામાં આવ્યા. ઉત્તર બુનિયાદી શાળા અસ્તિત્વમાં આવી.

ભટ્ટ એચ.વી ચેરિટીઝ ભગિની ઉ.બુ વિદ્યાલય:-

ભટ્ટ એચ.વી ચેરીટીઝ ભગિની ઉત્તર બુનિયાદી વિદ્યાલય નારદીપુર ગામની કેવળ બહેનો માટે માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળા છે. શાળાના માધ્યમિક વિભાગમાં ધોરણ 8 થી ધોરણ 10 સુધીના વર્ગો અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ધોરણ 11 અને ધોરણ 12 ના વર્ગોનો સમાવેશ થાય છે. આ શાળાનો સંલગ્ન છાત્રાલય પણ છે. આમ વિશાળ શૈક્ષણિક સંકુલમાં આ શાળા તથા તેના છાત્રાલય આવેલા છે.

આમ આ શાળા ને વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે ચળાવવામાં આવતી હતી. અને જુદી જુદી પ્રવૃત્તિ કરવામાં આવતી હતી. પિતૃ સંમેલન, માતૃ સંમેલન પણ યોજવામાં આવતા હતા. શાળામાં શિક્ષકો વચ્ચે અભ્યાસ અંગે મુક્ત અને વિસ્તૃત ચર્ચા કરવામાં આવતી હતી.

આ સંસ્થા એ જિલ્લામાં પોતાની આગવી પ્રતિભા ઊભી કરી છે. અને તેથી બહારગામની બહેનો પણ આ શાળામાં અભ્યાસ અર્થે દાખલ થતી હતી.

બુનિયાદી સ્ત્રી અધ્યાપન મંદિર:-

મહિલા પીટીસી કોલેજ

બુનિયાદી સ્ત્રી અધ્યાપન મંદિર એ નારદીપુર ગામની પંથકમાં જાણીતી ઉચ્ચ શિક્ષણની સંસ્થા છે.. 1969ના જુનમાં તેની સ્થાપના થઈ હતી. ગ્રામ સેવા મંદિર તેનું સંચાલન કરે છે. ગામના પાદરમાં જે વિશાળ શૈક્ષણિક સંકુલ છે તેમા આવેલી છે. આ સંસ્થા સંલગ્ન છાત્રાલય છે અને સંસ્થાની તાલીમાર્થી બહેનોને છાત્રાલયમાં રહેવું ફરજિયાત છે.

આ અધ્યાપનની સાથે સાથે વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા સંસ્થાને તાલીમાર્થી બહેનોની સુખુટતી શક્તિઓને જાગૃત કરી તેમનો સર્વાંગી વિકાસ થાય તેમનો આત્માવિશ્વાસ વધે તેવા પ્રયાસો કરવામાં આવે છે. તાલીમમાં બે વર્ષના ગાળા દરમિયાન સેવા વિસ્તરણ કાર્યક્રમ, પ્રવાસ પર્યટન તથા કોઈ એક ગામમાં અઠવાડિયાની મુદ્તમાં જીવન ઘડતર માટેના કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ સંસ્થામાં સધન તાલીમ જોવા ને બહાર આવેલી સંસ્થાબંધ બહેનો સમાજમાં પણ બની શકે છે. ગુજરાત રાજ્યની એક અગ્રગણ્ય મહિલા પી.ટી.સી કોલેજ તરીકે તેની ગણના થાય છે.

મહિલા ગ્રામ્ય વિદ્યાપીઠ (મહિલા કોલેજ):-

નારદીપુર ગામમાં સરકાર માન્ય મહિલા ગ્રામ્ય વિદ્યાપીઠ છે..1986 માં ગુજરાત સરકારની મંજૂરી મેળવીને ગામમાં મહિલા ગ્રામ્ય વિદ્યાપીઠ શરૂ કરાવી. ગુજરાત રાજ્યની સૌપ્રથમ મહિલા ગ્રામ્ય વિદ્યાપીઠ હોવાનું માન આ સંસ્થાને મળે છે.

ગ્રામ સેવા મંદિર મહિલા ગ્રામ્ય વિદ્યાપીઠ નું સંચાલન કરે છે. ગામને પાદરમાં આવેલા વિશેષ શૈક્ષણિક સંકુલ માં ગ્રામ્ય મહિલા વિદ્યાપીઠ કાર્યરત મહિલા ગ્રામ્ય વિદ્યાપીઠની સંલગ્ન મહિલા છાત્રાલય પણ સંસ્થાના સંકુળમાં છે.

ગ્રામ્ય વિદ્યાપીઠ ની બહેનોને ત્રણ વર્ષ દરમિયાન શિક્ષણ ઉપરાંત અનેકવિધ પ્રવૃત્તિઓ અને જીવનઘડતરના પાઠ ભણાવવામાં આવે છે. બહેનોને સંસ્થાના છાત્રાલય માં રહેવું ફરજિયાત છે. આ અગ્રગણ્ય મહિલા ગ્રામ્ય વિદ્યાપીઠ તરીકે રાજ્યભરમાં તેની ખ્યાતિ છે.

Translate »
error: Content is protected !!