About Nardipur

ABOUT OUR VILLAGE

પૌરાણિક કાળમાં આપણા ગામનું નામ પ્રાગજ્યોતિષપુર હતું.નરકાસુર નામનો રાક્ષસ તેનો રાજા. રાક્ષસ કુળમાં જન્મ લે નરકાસુર‌ ઘાતકી, જુલમી,અને ક્રૂર હતો નરકાસુર વર્ષો સુધી નગરની ભોળી પ્રજાને રજાડતો અને અસહ્ય પીળા દુઃખ આપતો. લોકો એના ત્રાસથી ત્રાહિમામ થઈ બીજે ભાગી જવા માગતા હોય પરંતુ એણે કડક જાગતો ગોઠવેલ. જેથી કોઈ ભાગી શકતો નહીં. હજારો સ્ત્રીઓને કેદમાં બંધી બનાવી તેમના પર પણ અત્યાચારો કરતો રહ્યો. માનો નગર નરક બની ગયું.

યોગાનુંયોગ નારદ એકવાર દેવલોક છોડીને મનુષ્યના સુખ દુઃખ જાણવા તથા પ્રત્યક્ષ નિહાળવા પૃથ્વી પર ફરતા ફરતા પ્રાગજ્યોતિષ પુર નગરમાં પધાર્યા. લોકોના દુઃખ જોઈ તેમનું શાંત હૃદય દ્રવી

ઉઠ્યું બધાના દુઃખ દૂર કરવા સાંત્વના આપ્યું. આ પછી દેવર્ષિ નારદ ત્યાંથી વિદાય લઈ સીધા દ્વારકા શ્રીકૃષ્ણ પાસે પહોંચી ગયા.

શ્રીકૃષ્ણએ સત્વ ભાવના આગ્રહને વશ થઈ સાથે યુદ્ધ કરવાનો સંકલ્પ કર્યો. નકાસુર સાથે યુદ્ધ કરી તેનો વધ કર્યો. કેદમાં પુરાયેલા હજારો સ્ત્રીઓને દરવાજા ખળેલી સત્વભામાએ મુક્ત કરાવી. એ વિજયના પાવન દિવસે એટલે કાળીચૌદશના ગરબા આ યુદ્ધ લડવા ઘરની ચાર દીવાલો વચ્ચે હજારો યુવાનોએ ગ્રામજનોને ઘણા આયુધો તૈયાર કર્યા. એમાંનું એક આ યુદ્ધ એટલે અગ્નિઅસ્ત્ર શ્રીકૃષ્ણનો સાથ લઈ આ યુદ્ધ જીતી નગરજનોને સ્ત્રીઓની ત્રાસ મુક્ત કર્યો અને એ જ અગ્નિઅસ્ત્ર એટલે આપણે જોયેલ સુરસીયા ટેટા.

ટૂંકમાં નારદીપુર ગામમાં કાળી ચૌદસની રાતે જે ગરબા ઉત્સવ ઉજવાય છે. તે અને પૌરાણિક કાળના પ્રાગજ્યોતિષ પુર નગરના લોકોએ નરકાસુરના વધ પછી કાળીચૌદસ ની રાતે વિજ્યોત્સવ ઉજવ્યો હતો. તે બંને વચ્ચેનો અદભુત અને આશ્ચર્યજનક સામ્ય છે. તેના પરથી નીસંદેહ સાબિત થાય છે કે નારદીપુર ગામનો ગરબા ઉત્સવ એ પ્રાગજ્યોતિષ પુર નગરના લોકોએ નરકાસુરના વધ પછી ઉજવેલા વિજ્યોત્સવ ની વાર્ષિક પુનરાવૃતિ યા વર્તમાન આવૃત્તિ છે. કાળી ચૌદશની રાતે ઉત્સવ ઉજવવાની હજારો વર્ષ જૂની પરંપરા અતૂટ જાળવી રાખવા બદલ નારદીપુર ગામના લોકો ધન્યવાદને પાત્ર છે. દૂર પરદેશમાં વસતા NRI ઝનો વતન ઝુરાપો ન થાય એટલે કહીને દર વર્ષે વતનમાં આ ઉત્સવ ઉજવવા હજારો કામ ધંધા પડતા મૂકી વતનમાં રજાઓ માણવા આવે છે.

આપણું આ નારદીપુર ગામ પેશ્વા સરકારના અભ્યુદ્ય અને પડતી પહેલાંનો પ્રખ્યાત હતો.

આપણા ગામના વ્યાપાર ધંધા દેશ પરદેશ સાથે ઊંટ, ગાડા, વણઝાર અને વાહન રસ્તે ચાલતા મોગલ અને પેસવા સરકારના મધ્યમાં આવેલ આપણા ગામમાં લશ્કરી પડાવ નખાતા હતા. વેપારી કોને  મુત્સદીગીરીમાં કાબીલ ગણાતું આ ગામડું ત્યારે સમૃદ્ધ હતું.

ગામની વર્તુળાકાર બાંધણી જોતા તે વખતના ધીરાણા લુટફાર અને લશ્કરોના ત્રાસની લક્ષમાં રાખી બચાવ કરી શકાય તે રીતે બાંધણી બાંધવામાં આવી હતી. અને રક્ષણની પુરી સાવચેતી વાપરી હતી.

ગામની પરિક્રમા અને પરિચય

આપણા ગામના હાર્દ એવા ગામના મધ્યભાગની વાત કરીશું. મધ્ય ભાગને ચારે બાજુથી આવરી લેતા જે મધ્યસ્થ ગોળાકાર યા વર્તુળાકાર માર્ગ છે. સૌથી પ્રારંભ આપણે રામજી મંદિર ચોકથી રામજી મંદિર તેના ઈશાન ખૂણા માં રામજી મંદિર છે. તેમના દર્શન કરીને આશીર્વાદ મેળવીને તેમની આસપાસ નો વિસ્તાર હનુમાન ચોક તથા ગણપતિ ચોક એ ગામનું મુખ્ય બજાર છે., ઘણી ખરી દુકાનો આ વિસ્તારમાં આવેલી છે અને તેથી રામજી મંદિર ચોક એ વ્યાપારનું કેન્દ્ર છે. ચોકની ઉત્તર દિશામાં ઓટલો છે જ્યાં પક્ષીઓ માટે દાણા નાખવામાં આવે છે. રામજી મંદિર એ ત્રિભેરો છે એટલે કે આ ચોકમાં ત્રણ રસ્તાઓ એકબીજાને મળે છે. એક રસ્તો પૂર્વ દિશામાં એટલે કે અંબાજીની ભાગોળ કે જે ગામનો મુખ્ય પ્રવેશ દ્વાર છે. તથા જ્યાં એસ.ટી નું મુખ્ય સ્ટેન્ડ છે. બીજો રસ્તો ચોકના વાયવ્ય ખૂણામાં છે અને આગળ જતા ગણપતિ બાપા ના મંદિર પાસે બે અલગ અલગ રસ્તાઓમાં વિભાજીત થાય છે. ત્રીજો રસ્તો ચોકના નેતૃતીય ખૂણામાં છે. અને જૈન દેરાસર તથા હનુમાન ચોક થઈને આગળ જાય છે. આપણી આ ત્રીજા રસ્તા પર આપણી પરિક્રમા ને આરંભ કરીશું અને ઘડિયાળના કાંટાની દિશામાં આગળ વધીશું.

 રામજી મંદિરથી લગભગ 150 મીટર દૂર રસ્તાની ડાબી બાજુ જઈને દેરાસર છે જેનું દેરાસર સુધીના રસ્તાની બંને બાજુએ છૂટી છવાઈ દુકાનો છે. રસ્તાની ડાબી બાજુ જૈન દેરાસર આવે ત્યાં સુધી સળંગ દુકાનો છે તથા આજુબાજુ નાની મોટી દુકાનો છે. તથા આજુબાજુ જૈનોના તથા બ્રાહ્મણોના ઘરો હતા. બાજુમાં ગામના નાગર બ્રાહ્મણો ના પંચની માલિકીની વાડી . અને વાડીમાં હાટકેશ્વર મહાદેવ નું પ્રાચીન મંદિર છે.

જૈન દેરાસર ચોક થોડીક દૂર હનુમાન ચોક છે ત્યાં હનુમાનનું પ્રાચીન દેવ સ્થાન છે. તથા બાજુમાં ઓટલો છે. ત્યાં પંખીઓના દાણા નાખવામાં આવે છે. હનુમાન ચોક ના અગ્નિ ખૂણામાં એક રસ્તો છે. ડાહ્યાગોરની ખડકી થઈને કાનજીપરામાં પૂરો થાય છે. કાનજી પરામાં મુના પટેલના ઘરો છે. ત્યાં આગળ લુહાર તેમજ મોચીના ઘરો હતા. બીજો રસ્તો હનુમાન ચોકથી પશ્ચિમ દિશા માં લાલદાવાસના ચોક તથા માઢ તરફ જાય છે. પંડિતજી ની ખડકી છે. અગાઉના વખતમાં વણઝારા ની ખડકી તરીકે પણ ઓળખાતી હતી. અને ખડકીમાં અગાઉના વખતમાં નાગર બ્રાહ્મણો ના ઘરો હતા. અને બાજુમાં કુંભારવાસ એટલે કે ટેબલીવાસ છે. રસ્તાના નાકે સોની ના ઘરો હતા. અને આગળ જતા પશ્ચિમ દિશામાં લાલદાવાસ પટેલના ઘરો છે. ત્યાં બધા પટેલોના મકાનો છે. ગામના છેવાડે કૈવલ જ્ઞાન મંદિર બંધાયું તે પહેલા આ વિસ્તારમાં એક ઘર માં હતું.

લાલદાવાસનો ચોક ત્રિભેરો છે અહીંથી એક રસ્તો સીધો પશ્ચિમ દિશામાં જાય છે જે ગોહિલોનો વાસ વટાવીને નરસિંહપુરા નાકે બીજો રસ્તો ગરબી ચોક તરફ જાય છે. એક ખડકી હતી તેમાં નાગર બ્રાહ્મણોના ધરો હતા.

ગરબી ચોકમાં નવરાત્રી થાય છે. નવ દિવસો માતાજીના ગરબા ગવાય છે. ત્યાંથી આગળ બળીયા ની ભાગોળમાં જ્યારે બીજો રસ્તો ચોકના ઈશાન ખૂણામાં જોધાવાસ માઢ તથા ચોક તરફ જાય છે.

ગરબીચોકથી જોધાવાસ સુધીના રસ્તાની ડાબી બાજુ મહેતાની ખડકી છે. અગાઉ આ ખડકીમાં ઘાંચી જ્ઞાતિના લોકો રહેતા હતા તથા બ્રાહ્મણોના ઘરો હતા. પરંતુ તેઓ બહારગામ સ્થાયી થયા પછી ગરો વેચી દીધા છે. જોધાવાસમાં પટેલોના મકાનો છે બાજુમાં એક ગલી પડે છે ત્યાંથી રબારીવાસમાં જવાનો રસ્તો છે.

જોધાવાસની જમણી બાજુએ ગોધૈયા નો માઢ છે માઢ માં પટેલોના ઘર છે. તેમની આગળ જતા સ્વામિનારાયણ સંપ્રદાયના ગામમાં પધાર્યા હતા ત્યારે ત્યાં ઉતારો કર્યો હતો. તેમના નામે ત્યાં મકાન મોજુદ છે. સ્વામિનારાયણ ના સાધુઓ અવારનવાર આવતા હતા તેમને ત્યાં સ્વામિનારાયણ મંદિર બંધાયેલ છે. આ રસ્તાની ડાબી બાજુ મેઢાવાસના પટેલો ના ઘરો છે. આ રસ્તા પર રામસભા નું મંદિર છે. તેનાથી આગળ જઈએ એટલે ભાવસારવાસ નો ચોક આવે છે.

ભાવસાર વાસના ચોકની પૂર્વ દિશામાં ભાવસારોની ખડકી છે. ઘણા ખરા આ જાતિના લોકો ગામમાંથી સ્થળાંતર કરેલ છે. તેથી મોટાભાગના મકાનો વેચાઈ ગયા છે. સામે રહેણાંકના મકાનો છે. આ વિસ્તારમાં પટેલ, બ્રાહ્મણ, કંદોઈ વગેરે લોકો રહે છે. તથા બ્રાહ્મણોના ઘરો પણ હતા તથા ડાબી બાજુ જૂનું સ્વામિનારાયણ મંદિર છે ત્યાંથી આગળ જતાં સોની ની દુકાન તથા કીયારી ના ચોકમાં આવી પહોંચીએ છીએ. ચોકમાં ગામ કૂવો હતો જેને પણ બામણની કીયારી તરીકે ઓળખાતો હતો. જુના જમાનામાં લોકો આ કુવામાંથી પાણી પીવા માટેનું ભરતા હતા. અત્યારે કુવાની જરૂરિયાત રહી નહીં તેથી કુવો પૂરી દેવામાં આવ્યો છે. આ જગ્યાની પશ્ચિમ અને દક્ષિણ દિશામાં અગાઉ બ્રાહ્મણોનો વાસ હતો. મોટાભાગના બ્રાહ્મણો એ ગામમાં જે સ્થળાંતર કર્યું છે અને તેમના મકાનો પણ તેમણે વેચી દીધા છે. આ મકાનો મોટા ભાગે પટેલો એ ખરીદી લીધા છે. આ કીયારી ની જગા ની દક્ષિણ દિશામાં ગલી છે અને આ ગલીના છેડે શ્રી હાટકેશ્વર મહાદેવનું શિવાલય તથા નાગર બ્રાહ્મણોને વાડી આવેલ છે. શિવાલય સંકુલનું મુખ્ય પ્રવેશ દ્વાર આ ગલીમાં છે.

અહીંથી રસ્તો ઇશાન દિશામાં ફંટાય છે. અને શ્રી ગણપતિ બાપ્પા ના મંદિર પાસે બે અલગ અલગ રસ્તાઓમાં વિભાજિત થાય છે. આમાંનો ડાબી બાજુનો રસ્તો પૂર્વ દિશામાં મોઢાવાસ ચોક તરફ જાય છે અને બીજો જમણી બાજુનો રસ્તો દક્ષિણ દિશામાં રામજી મંદિર ચોક તરફ જાય છે. આ બંને રસ્તાઓની વચ્ચે અગ્નિ ખૂણામાં શ્રી ગણપતિ બાપા નું મંદિર છે. તેની સામેની બાજુઓ એ દુકાનો છે. ત્યાં આગળ વટાવી એ તો રામજી મંદિર ચોક છે.

મેઢાવાસની આગળ તરફ જતા કરસનદાસ નો ચોક આવે છે જે આંટાવાસ પણ હતો. તેમાંથી ડાબી બાજુ ગાયજાં વાસ,માળી,રામી કોમના લોકોના ઘરો હતા. કરસનદાસ ચોકની પૂર્વ દિશામાં જે મુખ્ય માઢ છે તે ઊંડી શેરી તરીકે ઓળખાય છે. ઊંડી શેરીની જમણી બાજુ શરૂઆતમાં ગાયજાં ના ઘરો છે. તે પછી પટેલોના ઘરો છે. અને તે પછી આગળ જતા વાઘેલાના ઘરો છે. અને તે પછી રામા જગા નો જુનો વાસ અને તે પછી નવો વાસ છે. ત્યાં આગળ જતા અંબાજી માતાના મંદિર તરફ જાય છે. ત્યાં પણ વાઘેલાના ઘર છે. અને તે પછી પોસ્ટ ઓફિસનું મકાન છે અને તેની બાજુમાં શ્રી અંબાજી માતાનું મંદિર છે. અને મંદિરની સામે સરકારી દવાખાનું હતું ત્યાં તે જગ્યા ખંડેર હાલતમાં છે. મંદિરની દક્ષિણ દિશામાં ગામમાં પ્રવેશ કરવાનો મુખ્ય માર્ગ છે.

મુખ્ય માર્ગની બંને બાજુ ખડકીવાસનો ચોક આવે છે. ત્યાં સુધી દુકાનો તથા ગલ્લાઓ છે. રસ્તાની જમણી બાજુએ ગામની સહકારી મંડળીનું બે માળનું મકાન આવે છે. આ મકાનના મેળા પર મહેસાણા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની શાળા છે.

ગામની સહકારી બેંકની સામે રસ્તાની ડાબી બાજુ કુંભારવાસ છે. તથા પશ્ચિમ દિશામાં નવા ઘરો છે. પછી ત્યાં ખોડીયાર માતા નું મંદિર આવે છે. તથા તેને અડીને કસબા એટલે કે મુસલમાન વાસ આવેલ છે.

મુખ્ય માર્ગની જેમ મેન બજાર તરફ જઈએ ત્યાં આંટાવાસના મકાનો આવેલ છે અને તેમની સામે સાર્વજનિક લાઇબ્રેરી આવેલ છે. અને ત્યાંથી આગળ ખડકી વાસ નો ચોક આવે છે. અને આજુબાજુ પટેલો ના રહેઠાણના મકાનો છે. ખડકીવાસના માઢ ભંપોળ અને વોરવાડ એવા ત્રણ પેટા વિભાગોમાં વહેંચાયેલ છે. ખડકી વાસના ચોકની બાજુમાં સહકારી દૂધ મંડળીનું નવું બંધાયલ બે માળનું મકાન છે.

આ ચોકથી આગળ વધીએ એટલે રામજી મંદિર ચોક આવે ત્યાં સુધી રસ્તાની ડાબી બાજુ ખડકી વાસના મકાનો પાછળથી પછી તો પડે છે. અને અત્યારે બારણા બે આડી દુકાનો બનાવેલ છે. આમ રામજી મંદિર બે માળનું મકાન આવેલ છે. અને ત્યાં ત્રણ રસ્તાઓનો ચોક પડે છે.

Translate »
error: Content is protected !!